Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી કોસંબાથી ઝડપાયો

  • August 27, 2021 

સુરતના માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસની ટીમે વિદેશી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને કુંવરદા ઓવરબ્રિજ નજીકથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી ભરુચ શહેરના પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના બે ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસની ટીમ આજરોજ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, માંગરોળનાં કુંવરદા ઓવરબ્રિજ પાસે પિરામલ ગ્લાસ ફેક્ટરી પાસે આવેલ સર્કલ પાસેથી એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ તેમજ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ પકડાયેલ શખ્સ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઠાકોરભાઈ વસાવા (રહે.મંદિર ફળિયું,કઠવાડા,માંગરોળ) કે જે ભરુચ શહેર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના બે ગુનામાં વોન્ટેડ હતો અને જે છેલ્લા કેટલાક સમયથી નાસતો ફરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application