Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પો ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો

  • August 04, 2021 

સુરત જિલ્લાના કડોદરા સી.એન.જી પંપ નજીકના કટ પાસેથી પસાર થઈ રહેલ એક થ્રી વ્હીલ ટેમ્પા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો ડિવાઈડર ઉપર ચઢી ગયા બાદ પલ્ટી મારતા એક રાહદારી આ ટેમ્પા નીચે દબાતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કડોદરા સી.એન.જી કટ નજીક ગોડાદરાથી કડોદરા આવતા રોડ ઉપરથી પસાર થઈ રહેલ એક થ્રી વ્હીલ ટેમ્પો નંબર જીજે/05/સિટી/5989ના ચાલકે પોતાના કબ્જાનો ટેમ્પો પૂરઝડપે હંકારી લાવતા તેને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેમ્પો ડિવાઇડર ઉપર ચઢી ગયો હતો અને પલ્ટી મારતા રોડ ઉપર ચાલતા રાહદારી દિલીપભાઇ રાજારામ આહિરે આ ટેમ્પા નીચે દબાયો હતો. જેથી તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application