Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસટી વિભાગના કર્મચારીઓની વર્ષો જૂની માંગણી ન સંતોષાતા કાળી પટ્ટી ધારણ કરી

  • September 17, 2021 

એસટી વિભાગના કર્મચારીઓની વર્ષો જૂની માંગણી ન સંતોષાતા કર્મચારીઓ આંદોલન પર ઉતાર્યા છે, જેમાં બારડોલી એસટી વિભાગના કર્મચારીઓ પણ જોડાયા છે. આંદોલનના શરૂઆત 16 તારીખથી કરવામાં આવી જેમાં પહેલે દિવસે એસટીના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા હતા. એસટી વિભાગના કર્મચારીઓએ પોતાની માંગ ન સંતોષાતા તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે. જેમાં 16 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કર્મચારીઓ કાળી પટ્ટી શરણ કરી ફરજ પર હાજર રહેશે. 20 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે અને 21 અને 22 સપ્ટેમ્બરના રોજ નિગમના તમામ કર્મચારીઓ રિશેષ સમય દરમિયાન  સ્વયંભૂ રીતે જોડાઈ નિગમ પરિષરની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ બતાવશે અને જો માંગણી ન સંતોષાઈ તો 23 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદત માટે તમામ કર્મચારીઓ સ્વયંભૂ માસ સીએલ પર ઉતારી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

 

 

 

 

 

વધુમાં વ્યારા એસટી નિગમના વિવિધ યુનિયન દ્વારા 20 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી રહ્યા છે, જે અંતર્ગત રાજયના એસટી નિગમના કર્મચારી સાથે તાપી જિલ્લામાં એસટી નિગમના 340 જેટલા કર્મચારીઓ દ્વારા ન્યાયની લડતના આંદોલનના ભાગરૂપે કાળી પટ્ટી પહેરી શાંતિપૂર્વક રીતે ફરજ બજાવી હતી. એસટી નિગમના કર્મચારીઓની ગત 2018-2019માં વધેલી મોંઘવારી ભથ્થાની ચૂકવણી એલિયર્સ સાથે ચૂકવવી સેટલમેન્ટના કરાર મુજબ વર્ગ-4ના કર્મચારીઓને 2018-19 અને 19-20નું બોનસ ચૂકવવાનું સહિત વિવિધ જેટલા 20 પ્રશ્નોના ઉકેલો નહીં આવતા એસટી નિગમના કર્મચારીઓના ત્રણ યુનિયનની સંકલન સમિતિએ લડતના ભાગરૂપે ચળવળ ચાલુ કરી હતી. જેમાં ગતરોજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરી ફરજ બજાવવાનો નક્કી કરાયું હતું. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ એસટી નિગમમાં ફરજ બજાવતા અંદાજિત 340 જેટલા કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજમાં જોડાયા હતા અને ત્વરીત પણે પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application