સુરતમાં ફરીથી કોરોનાએ ઉછાળો માર્યો છે. રોજના બેવડી સંખ્યામાં કેસો બહાર આવવા લાગ્યા છે. જેમાં ગતરોજ બહાર આવેલા કેસો પૈકી બે કેસમાં વિદ્યાર્થી અને આધેડ વિદેશની હિસ્ટ્રી ધરાવે છે. પાલિકાએ કેનેડા અને યુકેથી પરત ફરેલા આઘેડ અને વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા કુલ્લે ૪૪ નાગરિકોનો પણ ટેસ્ટ કર્યા હતા. જે તમામ લોકોના નેગેટીવ રિપોર્ટ આવતાં હાલ તંત્રે હાશકારો અનુભવ્યો છે. આ વિદેશથી આવેલા આ બંને નાગરિકોમાં ઓમીક્રોનના શંકાસ્પદ લક્ષણો દેખાતા તંત્ર દ્વારા તકેદારીના ભાગ રૂપે બનેના સંપર્કમાં આવેલા પરિવારજનો સહિતના લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મનપાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, કેનેડામાં નોકરી કરતા ૫૧ વર્ષીય આઘેડ ગત તા.૧૫મીએ દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી તેઓ કોલકાતા અને બાદમાં કોલકાતાથી વાયા મુંબઇ થઇને સુરત આવ્યા હતા.આ દરમ્યાન તા.૨૩મી તારીખે તેમને માથામાં દુઃખાવો અને અશક્તિ લાગતાં આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમનો ઓમીક્રોનનો શંકાસ્પદ પોઝીટીવ આવતાં મનપા દ્વારા આ આઘેડના સંપર્કમાં આવેલા ભાઇઓ-ભાભીઓ અને ભત્રીજા સહિત ૨૩ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જેઓનો આજે સવારે રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ સિવાય યુકે ખાતે અભ્યાસ કરતાં અને ફાઇઝરનો બુસ્ટર ડોઝ લેવા છતાં ઓમીક્રોનના શંકાસ્પદ વાઇરસની ચપેટમાં આવેલા ૨૧ વર્ષીય વિદ્યાર્થીને હાલ ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ યુવકના સંપર્કમાં આવેલા માતા-પિતા સહિત કુલ ૨૧ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેઓને હાલ કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આમ, ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો ધરાવતાં બંને વિદેશથી આવેલા નાગરિકોના સંપર્કમાં રહેનાર પરિવારજનો અને મિત્ર વર્તુળના કુલ્લે ૪૪ જણાના રિપોર્ટ નેગેટીવ આવતાં હાલના તબક્કે મનપાના આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application