સુરત શહેરને વર્ષો પછી યુપીએસસીની પરીક્ષાનું સેન્ટર ફાળવ્યા બાદ કેટલા સેન્ટરો નક્કી કરવા માટે તે માટે દિલ્હીથી ખાસ ત્રણ ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત આવી હતી. જિલ્લા કલેકટર, પોલીસ વડા, જિલ્લા શિક્ષણાધિકારીની ટીમે જે તે સેન્ટરના આચાર્યો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ 7 સેન્ટરો નકકી કરાયા હતા. તે સેન્ટરોની બુધવારે દિલ્હીની ટીમ મુલાકાત લેશે.
કલેકટર આયુષ ઓકે જણાવ્યું કે, આ 7 સેન્ટરમાં 2016 ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ તો આગામી તા.10 ઓક્ટોબરે યોજાનારી પ્રિલીમરી પરીક્ષા માટે જ આયોજન થયુ છે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉમેદવારોને સરળતા રહે તે માટે મેઇન પરીક્ષા માટે પણ સેન્ટર ફાળવવા ટીમને રજૂઆત કરી છે.
સુરત શહેરનાં 7 સેન્ટરો જ્યાં લેવાશે યુપીએસસીની પરીક્ષા
1. SVNIT - ઇચ્છાનાથ પીપલોદ,
2. ગાંધી ડિપ્લોમાં એન્જીનીયરીંગ – મજુરાગેટ,
3. ગાંધી ડિગ્રી એન્જીનીયરીંગ – મજુરાગેટ,
4. ગર્લ્સ પોલીટેકનીક – અઠવાલાઇન્સ,
5. પી.ટી.સાયન્સ – અઠવાલાઇન્સ,
6. એમ.ટી.બી કોલેજ – અઠવાલાઇન્સ,
7. કે.પી.કોર્મસ કોલેજ – અઠવાલાઇન્સ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500