Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એકલા રહેતા તરૂણના રૂમમાં ઘુસી અજાણ્યા ઈસમોએ રોકડા અને મોબઈલ લુંટી થયા ફરાર

  • September 07, 2021 

સુરતના લીંબાયત રંગીલા નગર વિભાગ-2માં હાલ એકલા રહેતા તરૂણના રૂમમાં ઘુસી ગતરોજ બપોરે ચાર અજાણ્યા ઇસમોએ યુવકના પેટના ભાગે ચપ્પુ અડાડી રોકડા રૂપિયા 5 હજાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 10 હજાર લૂંટી ફરાર થઈ ગયા હતા.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, લીંબાયત રંગીલા નગર વિભાગ-2 પ્લોટ નંબર-82માં રહેતો અને ભાઠેનામાં જરીના કારખાનામાં મજૂરી કામ કરતો સંતોષ રાજકુમાર પાસવાન છેલ્લા એક મહિનાથી પત્ની મુનીયાદેવી સાથે વતન ગયો છે. જયારે સુરતમાં તેની સાથે રહેતો નાનો ભાઈ દિપક (ઉ.વ.17) હાલ એકલો રહે છે જેથી ગતરોજ બપોરે 2 વાગ્યે દિપક રૂમનો દરવાજો આડો રાખી સૂતો હતો ત્યારે 20 થી 25 વર્ષના ચાર અજાણ્યા ઈસમો તેના રૂમમાં ઘુસી ગયા હતા અને ત્યારબાદ તે પૈકી 2 ઈસમો દરવાજા પાસે ઉભા રહ્યા હતા જયારે અંદર હાજર 2 ઈસમો પૈકી કાળા શર્ટ પહેરેલા ઈસમે તરુણના પેટના ભાગે ચપ્પુ મૂકી, ‘પૈસા કહાં હૈ નિકાલ’ એવું કહેતા ગભરાયેલા દીપકે પોતાનું પાકીટ બતાવ્યું હતું અને ચપ્પુ બતાવનાર પાકીટ ચેક કરતો હતો ત્યારે દરવાજા પાસે હાજર બંનેએ જલ્દી કર કોઈ આ જાયેગા કહેતા અંદર હાજર બંને પાકીટમાંથી દિપકને તેના ભાઈએ ખર્ચ માટે આપેલા રોકડા રૂપિયા 5000 અને ત્યાં ચાર્જિંગમાં મુકેલો રૂપિયા 5 હજારની કિંમતનો મોબાઈલ ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા અને બાદમાં ગભરાયેલા દિપકે પોલીસને જાણ કરી નહોતી. પરંતુ પાડોશીને કહેતા તેને મકાન માલિકને જાણ કરી હતી. મકાન માલિકે આવી સમજાવતા મોડીરાત્રે દિપકે ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં કુલ રૂપિયા 10 હજાર લૂંટ થયાની ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application