સુરતના કિમ ચોકડી પાસે ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો એટલુંજ નહીં આ વિચિત્ર અકસ્માતમાં બાઇક સાથે ટક્કર થતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતો. જેના કારણે ટેમ્પામાં બેઠેલી બાળકી ટેમ્પો નીચે દબાઇ જતા ગંભીર ઇજા થઇ હતી. તેમજ તેના મામા અને મામીને પણ ઇજાઓ થઇ હતી અને ત્રણેને સારવાર માટે નવી સિવિલ હોલ્ખિટલમાં ખસેડાયા હતા જ્યા ડોકટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પીપોદરા ખાતે રહેતા આકાશીબેન ઘુમડીયા પતિ જયદીપભાઇ ઘુમડીયા ગતરોજ ભાણેજ આરતી નરેશ ઘરણીયા (ઉ.વ.૫) ને ટેમ્પો લઇને લસકાણા ખાતે સંબધીના ત્યાં જવા માટે નીકળ્યા હતા.સંબંધીના ઘરે જવાની વાત સાંભળી આરતીએ પણ સાથે જવાની જીદ કરી હતી તેથી તેને પણ સાથે લઇ જતા હતા. ટેમ્પો કિમ ચોકડી પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે અચાનક આવેલી એક બાઇક સાથે ટેમ્પોની ટક્કર થઇ હતી. આ વિચિત્ર અકસ્માતમાં બાઇકની ટક્કર લાગતા ટેમ્પો પલ્ટી મારી ગયો હતી અને માસુમ આરતી ટેમ્પો નીચે દબાઇ ગઇ હતી તેમજ મામા-મામી પણ ફેંકાઈ ગયા હતા. અક્સમાતને પગલે કેટલાક લોકો સ્થળ ઉપર ભેગા થઇ ગયા હતા અને ટેમ્પો ઉઠાવી બાળકીને બહાર કાઢી હતી ત્યાર બાદ ૧૦૮માં ત્રણેને સારવાર માટે નવી સિવિલ ખાતે મોકલવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ આરતીને મૃત જાહેર કરી હતી. તેમજ મામા મામીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એકની-એક બાળકીના મોતને પગલે પરિવારમાં શોક છવાઇ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application