Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલી કોસાડ આવાસમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

  • July 31, 2021 

સુરતનાં અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચલાવતા ઇસમના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડી જુગાર રમતા કુલ સાત જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ જુગારીયાઓને પકડી અંગઝડતીના તથા દાવ પરના રોકડા રૂપિયા, ચાર મોબાઇલ, બે વાહનો મળી કુલ ૪.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની રેડ જોઇને ફરાર થઇ ગયેલા કુલ ૧૨ ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુમાં જુગારધામ ચલાવનાર ઇસમે પોલીસ ન આવે તેની વોચ રાખવા માટે માણસો પણ નોકરી પર રાખ્યા હોવાનું સામે આવ્યું છે.

 

 

 

 

 

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, અમરોલી કોસાડ આવાસ બીલ્ડીંગ નં-૧૧૪ના પાછળના ભાગે કંમ્પાઉન્ડની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં જુગારધામ ધમધમી રહ્યા છે. જે બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા અને જુગાર રમતા ખાલીદ ખલીલ કુરેશી, હનીફ હસન પટેલ, મહમદ હુસૈનકરીમભાઇ ધોડાવાલા, ઇકબાલ ઝબ્બારભાઇ શેખ, સોહેલ સલીમ શેખ, મહોમદ ઇલ્યાસ પટેલ અને ભટુ હિરામન ચૌધરીના ઓને રંગેહાથ ઝડપી લીધા હતા.

 

 

 

 

 

પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી અંગઝડતીમાંથી રોકડ ૧૧,૧૯૦/- તથા ૨૦ હજારની કિંમતના ચાર મોબાઇલ, બે વાહનો મળી ૪,૨૫,૦૦૦/- તથા પરચુરણ સમાન મળી કુલ ૪.૫૬ લાખનો મુદ્દામાલ પોલીસે જ કર્યો હતો. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સાબીર શબ્બીર ઉર્ફે બાવા આ જુગારધામ ચલાવતો હતો. સ્થાનિક પોલીસની રેડ ન પડે તે વોચ રાખવા માટે તેમણે રાકેશ, સોહેલ, સાહીલ અને ફૈજલ નામના ચાર માણસોને નોકરી પર પણ રાખ્યા હતા. હાલ તો પોલીસે જુગારધામ ચલાવનાર સાબિર, વોચ રાખનાર ચાર યુવકો અને રેડ દરમિયાન ફરાર થઇ જનારા સાત જુગારીયાઓ સહીત કુલ ૧૨ ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ અમરોલી પીઆઇ આર.પી.સોલંકીએ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application