બારડોલી પોલીસ સ્ટેશનની 500 મીટર અંતરમાં જ વિદેશી દારૂના અડ્ડાનો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પર્દાફાશ કરી બારડોલી પોલીસની નિષ્ક્રિયતા છતી કરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલે સુરતી ઝાંપા વિસ્તારમાંથી 43,790/- રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી પોલીસ કચેરીના 500 મીટરના અંતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગાંધી રોડ પર સુરતી ઝાંપા વિસ્તારમાં રહેતા સઈદ મહમદ પટેલના ઘરમાં છાપો મારી 382 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 43,790/- ઝડપી પાડ્યો હતો. મોનીટરીંગ સેલની ટીમ બારડોલી પોલીસની નિષ્ક્રિયતા છતી કરી દીધી હતી.
પોલીસે સ્થળ પરથી એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000/-, રોકડા રૂપિયા 4740/-, આઇસ બોક્સ કિંમત રૂપિયા 500/-, પ્લાસ્ટિકની ડોલ કિંમત રૂપિયા 200/- આમ કુલ મળી 54,230/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે સઈદ મહમદ પટેલની ધરપકડ કરી જથ્થો આપનાર મનોજ લાલસિંગ ચૌધરી (રહે.બાજીપુરા,તા.વાલોડ,જી.સુરત) નાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500