આજે સાતમા વિશ્વ યોગ દિવસની દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે યોગ દિવસની સાથે ભારતીય ટપાલ વિભાગ દ્વારા પણ અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ટપાલ વિભાગ દ્વારા બારડોલી ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં બારડોલી પોસ્ટ કચેરી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય દિવસોમાં પોસ્ટ ઓફિસમાંથી રવાના થતી ટપાલ પર ટિકિટ રદ્દ કરવા માટે પોસ્ટનો ગોળ સિક્કો મારવામાં આવે છે. પરંતુ આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજના દિવસે પોસ્ટથી રવાના થનાર તમામ ટપાલ ઉપર યોગ અંગે જાગૃતિ અંગેનું ચિત્ર દર્શાવતો સિક્કો મારવામાં આવ્યો હતો. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુ સાથે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application