Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાસુ-સસરાએ જમાઈને મારમારતા જમાઈનું મોત

  • November 22, 2021 

સુરતનાં માંગરોળ તાલુકાનાં તરસાડી ગામે આડોશ-પાડોશમાં રહેતા સાસુ-સસરા અને જમાઈ વચ્ચે જમાઈની નાની દીકરીના બીમારીના ખર્ચા બાબતે બોલાચાલી થઇ હતી જેમાં ઉશ્કેરાયેલા સાસુ-સસરાએ જમાઈને માર-મારતા જમાઈનું કમકમાટીભર્યું મોત થતાં સાસુ-સસરા સામે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવની વિગત એવી છે કે, માંગરોળનાં તરસાડી દાદરી ફળિયામાં રહેતો તોસીફ જે કેળાની લારી ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેના લગ્ન દાદરી ફળિયામાં જ તેના ઘરની નજીક રહેતા યુનુસભાઇ ગુલામભાઈ પઠાણની છોકરી સાયબા સાથે છેલ્લાં 2 વર્ષ પહેલા 2018માં થયા હતા અને લગ્ન દરમિયાન બંને એક વર્ષની નાની છોકરી છે છેલ્લા એક મહિનાથી સાયમા તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી.







જોકે શનિવારનાં રોજ રાત્રી સમયે તોફિકને તેના સસરા યુનુસભાઇએ બૂમ પાડીને તેના ઘરે બોલાવ્યો હતો અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી અને ઝગડો થતા તોસીફ અને તેના સસરા યુનુસભાઇ અને સાસુ સાલમાં જોર જોરથી બોલતા હતા કે, તારી નાની છોકરી બીમાર છે અને શું તેની સારવાર ના પૈસા આપતો નથી તું મારી છોકરી સાયબાને તલાક આપી દે આમ સાસુ-સસરાએ જમાઈ સાથે ઝપાઝપી કરવા માંડ્યા હતા.







તે દરમિયાન સાસુ સલમાએ તોસીફના બંને હાથ પાછળથી પકડી લીધા હતા અને યુનુસભાઇએ તો તોસીફના છાતીના ભાગે જોરથી મારવા લાગ્યા હતા જેથી તોસીફ જમીન ઉપર ઢળી પડ્યો હતો આ જોઈ રહેલા તોસીફના ભાઈ જુનેદ અને બેન જમીલા ત્યાં દોડી ગયા હતા તોસીફ જમીન પર ઢળી પડયો હોય કંઈ બોલતો નહોતો અને બેહોશીની હાલતમાં હતો જેથી જૂનેદે તેના મોટાભાઇ આસિફને ફોન કરી હથુરણ ગામેથી તરત જ બોલાવ્યો હતો થોડી વારમાં તે પણ ત્યાં આવી જતા સ્થાનિક રીક્ષાની મદદથી તોસીફને દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતક તોસીફના નાનાભાઈ જુનેદભાઈએ કોસંબા પોલીસ સ્ટેશનમાં સાસુ સલમાબેન અને સસરા યુનુસ ગુલામ પઠાણની વિરોધમાં હત્યાના ગુનાની ફરિયાદ આપતા કોસંબા પોલીસે આરોપીઓની ગણતરીની મિનિટમાં ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application