કોરોનાની બીજી લહેર મંદ પડી ગઈ છે અને ત્રીજી લેવાની આશંકાઓ વચ્ચે આગામી 15મી નવેમ્બરથી લગ્ન શરૂ થશે અને તે માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. લગ્ન પ્રસંગો માટે અત્યારથી જ મેરેજ હોલ પાર્ટી પ્લોટ અને હોટલોમાં 300થી વધુનું બુકિંગ થઇ ગયું છે.
ગત વર્ષે કોરોનાના કારણે મોટા ભાગના લગ્ન સમારંભોની પરવાનગી નહીં મળતા રદ કરવા પડ્યા હતા અને ત્યારબાદ પણ બીજી લહેર આખી જતા લોકોએ 20 થી 30 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં લગ્ન સમારંભ યોજ્યા હતા. જોકે, હવે સરકારે લગ્નોમાં 400 મણસો સુધીની છૂટ મળી ગઈ છે. આગામી નવેમ્બરથી કમુરતા પુરા થતા લગ્ન સિઝન શરૂ થઈ જશે. પરંતુ તે માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.
સુરત મનપા તેમજ ખાનગી પાર્ટી પ્લોટ વગેરેનું બુકીંગ શરૂ થઇ ગયુ છે. ઇવેન્ટ મેનેજર ગૌરવ જરીવાલાએ કહ્યું કે, 15 નવેમ્બરે દેવઉઠી એકાદશી પછી નવેમ્બર 19 થી 13 ડિસેમ્બર સુધી લગ્નના શુભ મુહૂર્ત છે અને આ માટે લોકોએ બુકીંગ કરાવવાનું શરૂ કરી દીધું છે. ત્રીજી લહેર આશંકા વચ્ચે જોકે ટોકન મની આપીને બુકીંગ થઈ રહ્યું છે. કોરોનાની બીજી લહેરને કારણે એપ્રિલ-મે 2021માં ઘણા લગ્નોપ્રસંગો યોજી શકાયા ના હતા, હવે તે નવેમ્બર અને ડિસેમ્બરમાં થશે. સુરત મનપા અને પ્રાઇવેટ પ્લોટ મળીને અત્યાર સુધી 300થી વધારે પાર્ટી પ્લોટ બુક થઇ ગયા છે. બેન્ડબાજા, બગી અને મંડપ માટે પણ એડવાન્સ બુકીંગ થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500