સુરતના વેસુ વીઆઈપી રોડ શ્યામબાબા મંદિર નજીક રાત્રે મોપેટ લઈને ઘરે જતા હોટલ સંચાલકના ખિસ્સામાંથી પાછળથી બાઈક લઈને આવેલા બે સ્નેચરોએ મોબાઈલ આંચકી ફરાર થયા હતા. સ્નેચરોએ મોબાઈલ ચીલઝડપ માટે જોરથી હાથ મારતા હોટલ સંચાલકએ મોપેટ પરથી બેલેન્સ ગુમાવતા રોડ ઉપર પટકાતા ઇજા પહોચી હતી.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ, વેસુ નંદનવન-1માં રહેતા પ્રવિણ ફતેચંદ બત્રા (ઉ.વ.53) અલથાણ રોડ કાપડીયા વાડી પાસે શાન-એ-પંજાબી ચીકન સેન્ટરના નામે હોટલ ચલાવે છે. પ્રવિણ રાત્રે હોટલ બંધ કરી એકટીવા મોપેટ લઈને ઘરે જતા હતા. તે વખતે વીઆઈપી રોડ શ્યામબાબા મંદિરથી વેસુ ચાર રસ્તા તરફ જતા રોડ ગોકુલ પેરેડાઈઝ સોસાયટી સામેથી પસાર થતી વખતે પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યાઓએ નજીક બાઈક લાગી ખિસ્સામાં રહેલા બે મોબાઈલ ખેંચતા પ્રવિણ બત્રાનું ગાડીનુ બેલેન્સ નહી રહેતા રોડ ઉપર પટકાતા બંને હાથના ભાગે ઇજા પહોચી હતી. સ્નેચરો બંને મોબાઈલ આંચકી વેસુ ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. પ્રવિણભાઈના બંને મોબાઈલની કુલ કિંમત રૂપિયા 68,990/- થાય છે. પોલીસે પ્રવિણ બત્રાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application