સુરતનાં કામરેજ તાલુકાનાં ઊંભેળ ગામે એક આધેડના ફ્લેટને તસ્કરોએ નિશાન બનાવ્યો હતો. આધેડ સફાઈકામ માટે બહાર ગયા હતા તે દરમિયાન તસ્કરો ફ્લેટની બાલકનીના દરવાજાથી અંદર પ્રવેશ કરી કબાટ તોડી તેમાં મુકેલ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 74,000/-ના મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મળતી માહિતી મુજબ, કામરેજનાં ઊંભેળ ગામે આવેલ રુદ્રાક્ષ એપાર્ટમેંટમાં ફ્લેટ નંબર-501માં જીતુભાઈ ચૌહાણ તેમની પત્ની અને નાના પુત્ર સાથે રહે છે. જીતુભાઈ ચૌહાણ નાઓ ચલથાણમાં સફાઈ કામ કરવા માટે જાય છે. જ્યારે તેમની પત્ની અંત્રોલી વિસ્તારમાં સફાઈ કામ કરવા માટે જાય છે જયારે ગત તા.9/11/21ના રોજ સવારે આ દંપતી સફાઈ કામ કરવા માટે ગયા હતા.તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના ફ્લેટને નિશાન બનાવ્યો હતો અને ફ્લેટની બાલકનીના દરવાજાએથી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં આવેલ કબાટનો લોક કોઈ સાધન વડે તોડી નાખ્યો હતો અને કબાટમાં રહેલ એક તોલાની સોનાની બુટ્ટી કિંમત રૂપિયા 52,000/- તેમજ 500 ગ્રામ ચાંદીના પાયલ કિંમત રૂપિયા 22,000/- મળી કુલ 74 હજારના ચોરી કરી ભાગી ગયા હતા. ત્યારબાદ સફાઈ કામ કરી પરત ફરેલ દંપતીએ કબાટનો લોક તૂટેલ હાલતમાં તેમજ સામાન વેરવિખેર પડેલ જોતાં ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ પુત્રના લગ્ન પૂર્ણ થતાં રવિવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application