સુરતના અડાજણ પોલીસ સ્ટેશનના તાબા હેઠળની સૌરભ પોલીસ ચોકીથી માત્ર ૧૦૦ મીટરના અંત્તરે ત્રાટકેલા મોપેડ સવાર સ્નેચરો નાઇટ વોકમાં નીકળેલા જ્વેલરના ગળામાંથી રૂપિયા ૬૫ હજારની ચેઇન આંચકી ભાગી ગયા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાલ સૌરભ પોલીસ ચોકીની બાજુમાં મણીભદ્ર વ્યુમાં રહેતા અંકીતકુમાર વસંતભાઇ સંતોકી (ઉ.વ.૩૫) અડાજણમાં હની પાર્ક રોડ સ્થિત રીયલ કેદાર ભવન એપાર્ટમેન્ટમાં વર્ધમાન જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. અંકિતકુમાર ગતરાત્રે જમ્યા બાદ ૧૦.૪૫ કલાકે નાઈટ વોકિંગમાં નીકળ્યા હતા જયારે રહેણાંક મણીભદ્ર વ્યુ કોમ્પ્લેક્ષની બહાર નીકળી બ્લુય ર્સ્પશ બિલ્ડીંગ તરફ જઇ રહ્યા હતા ત્યારે અડાજણ પોલીસ સ્ટેશનના તાબાની સૌરભ પોલીસ ચોકીથી માત્ર ૧૦૦ મીટરના અંત્તરેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી મોપેડ સવાર સ્નેચરો ઘસી આવ્યા હતા. સ્નેચરો૩એ અંકિતના ગળામાંથી ૧૮ ગ્રામ વજનની સોનાની રૂપિયા ૬૫ હજાર કિંમતની ચેઇન આંચકી પુરઝડપે મોપેડ હંકારી ટીજીબી સર્કલ તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે અંકિતે મોપેડ સવાર સ્નેચરો વિરૂધ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સ્નેચરોની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application