સુરત જિલ્લાના પલસાણામાં વહેલી સવારે જોળવામાં આવેલ એક મોબાઈલની દુકાનનું શટર ઊંચકી 3 તસ્કરો 2.5 લાખથી વધુના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના જોળવા ગામમાં જતા મુખ્ય રસ્તા પર સાહેબા મિલની સામે આશાપુરા મોબાઈલ નામની મોબાઇલની દુકાનમાં ગુરુવારની વહેલી સવારે 3 તસ્કરો દુકાનનું શટર ઊંચકી દુકાનમાં રહેલા સ્માર્ટ ફોન સહિત રોકડ રકમ મળી અંદાજીત 2.5 લાખની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. દુકાન માલિક ભોપારામ વહેલી સવારે દુકાને આવતા ઘટનાની જાણ થઈ હતી. ઘટના સ્થળેથી માત્ર 150 મીટરના અંતરે જોળવા આઉટ પોસ્ટ ચોકી આવેલ છે તેમજ ગામનો મુખ્ય રસ્તો હોવાના કારણે આ વિસ્તાર 24 કલાક લોકોની અવરજવર વાળો હોવા છતાં થયેલી ચોરીને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને પોલિસે દુકાન દાર પાસે જરૂરી પુરાવા માગ્યા હતા જયારે દુકાનદારે આપેલી અરજી અને કેમરાના ફુટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
દુકાનમાં થયેલી ચોરીની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના ગુરુવારે મળસ્કે 1.35 વાગ્યે ત્રણ બુકાની ધારી તસ્કરો દુકાન નજીક આવે છે અને સળિયા જેવા હથિયાર વડે શટરની સાઈડની પટ્ટી વાંકી વાળી શટરને અર્ધું ઊંચકી બે ઈસમો દુકાનમાં પ્રવશે છે અને એક બહાર દેખરેખ માટે ઉભો હોઈ છે. દુકાનમાં પ્રવેશેલા બે ઈસમો આમતેમ ફંફોડી થેલામાં મોબાઈલ ભરે છે જે સમયે એકનું ધ્યાન કેમેરા પર જતાં કેમેરાની દિશા બદલી નાખે છે 1.41 એ બંને તસ્કરો દુકાનની બહાર નીકળી જાય આમ માત્ર 6 મિનિટમાં 3 ઈસમોએ મળી અંદાજીત 2.5 લાખના મુદ્દમાલની ચીરીને અંજામ આપી ભાગી છુટ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500