Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં મોતા ગામે બેંક લુંટનાર લુંટારૂઓના સ્કેચ જાહેર કરાયા

  • October 20, 2021 

સુરતનાં બારડોલીનાં મોતા ગામે આવેલી ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાં ગત તા.12મી ઓક્ટોબરના રોજ બાઇક પર આવેલા ત્રણ લૂંટારુઓ બંદૂકની અણીએ રૂપિયા 10.42 લાખ રોકડાની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. તેમછતાં સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસ છેલ્લા એક અઠવાડીયાથી લૂંટારૂઓને શોધવા માટે પ્રયાસ કરી રહી હતી જેમાં અનેક સીસીટીવી ચેક કર્યા બાદ પણ પોલીસને હજી સુધી કોઈ કડી મળી શકી નથી. પરંતુ બે દિવસ પહેલા સીસીટીવી ફૂટેજ જારી કર્યા બાદ ગતરોજ પોલીસે બે આરોપીઓના સ્કેચ બનાવ્યા છે અને હવે આ સ્કેચ જાહેર જગ્યાએ લગાવી તેને આધારે લુંટારૂઓને શોધવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application