Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જાહેરમાં જુગાર રમતા સાત જુગારીયાઓની ધરપકડ

  • October 05, 2021 

સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ ખાનપુર ગલીમાં મોડીરાત્રે જાહેરમાં જુગાર રમતા સાત જુગારીયાઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી રોકડા રૂપિયા અને દાવ પરના રૂપિયા મળી કુલ ૩૨ હજાર રૂપિયા જ કરી પોલીસે તમામ જુગારીયાઓ સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. 

 

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, લીંબાયત પોલીસને ગતરોજ બાતમી મળી હતી કે લિંબાયત ખાનપુરા ગલીનં-૦૩ પ્લોટનં-૫૯ સામે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. પોલીસે જાહેરમાં જુગાર રમતા સંજય વિઠલ પાટીલ (રહે.૭૮,ગણેશનગર-૦૧,લીંબાયત), શાહજહા ઇસ્લામ શેખ (રહે.૧૭૫,ઉમરવાડા,સલાબતપુરા), મો.મહેતાબ સહીમ શેખ (રહે.૧૩૧,મગદુમનગર,ઉન પાટીયા, સચીન જીઆઇડીસી), મો.શાહનવાજ ઇસાર શેખ (રહે.૨૪,તીરુપતીનગર,ઉન પાટીયા,સચીન જીઆઇડીસી), મો.નસીમ મો.હારુન શેખ (રહે.ખાનપુરા,લીંબાયત), મો.અફાક મો.શોએબ શેખ (રહે.૩૧૬,સંજયનગર,લીંબાયત),  મો.આઝાદ સલામ શેખ (રહે.નવા કમેલા,સલાબતપુરા) અને મો.અનવર ફકરુદ્દીન હુસેન (રહે.૩૯,ખાનપુરા, લીંબાયત) ના ઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧૪,૩૬૦/- તથા દાવ પરના રોકડા રૂપીયા ૧૮,૫૫૦/- મળી કુલ રૂપિયા ૩૨,૯૧૦/-નો મુદ્દામાલ જ કર્યો હતો. બનાવને પગલે લીંબાયત પોલીસે તમામ જુગારીયાઓ સામે જુગારધારા એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application