Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડાના વડ ગામના સરપંચને વહીવટમાં ગેરરીતિ આચરવાના આરોપમા સસ્પેન્ડ કરાયા

  • August 11, 2021 

ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના વડ ગામના મહિલા સરપંચ શકુંતલાબેન વસાવાએ વહીવટમાં ગેરરીતિ આચરી હોવાના આરોપસર જિલ્લા વિકાસ અધિકારી યસ સસ્પેન્ડ કરતા ઉપસરપંચ જીગીશાબેન વસાવાએ તેમના ટેકેદારો સાથે વાજતે-ગાજતે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે.

 

 

 

 

 

વડ ગામના સરપંચ તરીકે 2016માં શકુંતલાબેન દિનેશભાઈ વસાવા ચૂંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના સસરા ઇમાભાઇ રામાભાઇ વસાવાને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ આપ્યો હતો. જેની સામે સાચા લાભાર્થી તરીકે ઇમાભાઇ સામાભાઈ વસાવા લાભથી વંચિત રહ્યા હતા. આ ફરિયાદ ઉઠતા આવાસની રકમ 1,20,000 રિકવર કરવામાં આવી હતી. આ સંદર્ભમાં સરપંચ જણાવ્યું હતું કે, એક જ સરખા નામ હોવાથી શરતચૂકથી લાભ આપવામાં આવ્યો હોવાનો જવાબ રજૂ કર્યો હતો

 

 

 

 

 

એલઇડી સ્ટ્રીટ લાઈટ માટે રૂપિયા એક લાખની ફાળવણી કરવામાં આવી હતી જ્યારે તેમણે ઓછી એલઇડી લાઇટ લગાવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તેના જવાબમાં રીપેરીંગ માટે લાઈટો ઉતારી હોવાનું થયું હતું. જ્યારે અન્ય ફરિયાદમાં ગરનાળાનું કામ નક્કી કરેલી જગ્યાને બદલે અન્ય જગ્યાએ બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો જેથી ત્રણ જેટલા મુદ્દાઓમાં તેમને કસૂરવાર ઠેરવી જિલ્લા વિકાસ અધિકારીએ કલમ ૫૭ શકુંતલાબેનને સરપંચના હોદ્દા પરથી દૂર કરી ઉપસરપંચ તરીકે સેવા આપતા જીગીશાબેન સંદીપભાઈ વસાવાને સરપંચ તરીકેનો ચાર્જ સંભાળવા હુકમ કરાતા જીગીશાબેન વસાવાનું ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના સભ્ય ઈન્દુબેન વસાવા દેવરામભાઈ વસાવા સહિતના આગેવાનોએ સરપંચનું હારતોરા કરી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

 

 

 

 

 

બીજી તરફ થોડા સમય પહેલાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં વડગામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારની પસંદગી મુદ્દે મનદુખ હોવાથી સરપંચે અન્ય અપક્ષ ઉમેદવારને ટેકો કર્યો હતો જેના પરિણામે સરપંચ પદ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું હાલ ચાલી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application