સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં સાયણ ખાતે રહેતી સગીરાને તેની મામી ખીજવાતા તેને ખોટું લાગી આવતા દવા પી લેતા તેનું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાનાં સાયણ ખાતે C.N.G પંપ પાસે વાઇટમુન રેસીડન્સીમાં રહેતી સોનાલીપ્રસાદ કવિરાજપ્રસાદ (ઉ.વ.15) ને તેની મામી ખીજવાતા તેને ખોટુ લાગી આવતા તેને અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. ત્યારબાદ સગીરાને સારવાર માટે સાયણ જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર માટે તેના મામા ગણપતીભાઇ સ્મીમેર હોસ્પીટલ સુરત ખાતે લાવતા તેને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ જેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application