સુરતના ઉન પાટિયામાં એક કિશોરી બાથરૂમ માંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં સરી ગયું છે. કિશોરીને એક યુવક સાથે એક વર્ષથી પ્રેમ થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ કલાકો સુધી બાથરૂમમાં બેસી પ્રેમી સાથે વાતચીત કરતી કિશોરીના આપઘાત પાછળ પ્રેમી સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.
બનાવની વિગત એવી છે કે, ઉન પાટીયા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારની પુત્રીએ શુક્રવારની રાત્રિએ ભોજન બાદ બાથરૂમમાં જઇ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર પર આભ ફાટી ગયુ હતુ. આ અંગે મૃતકના પિતાએ જણાવ્યું હતું કે, તેઓ મિલમાં કામ કરે છે ત્રણ સંતાનોમાં મૃતક કિશોરી બીજા નંબરની દીકરી હતી જ્યારે કિશોરી કોલકોતામાં અભ્યાસ કરતી કિશોરીએ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી કામકાજમાં ધ્યાન આપ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, શુક્રવારની રાત્રી ભોજન બાદ તમામ સૂઈ ગયા હતા. સવારે પત્નીની આંખ ખુલતા કિશોરી બાથરૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોઈ હોંશ ગુમાવી બેઠી હતી. પત્નીની બુમાબુમ બાદ પરિવાર કિશોરીને તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાઈ હતી. કિશોરીના આવા અંતિમ પગલાંને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
વધુમાં જણાવ્યું હતું કે, વતન કોલકોતાના રહેવાસી અને સુરતમાં જ રહેતા ઍક યુવક જોડે કિશોરીને ઍક વર્ષથી પ્રેમ થઈ ગયો હતો. અવાર નવાર પરિવારથી છુપાઈને બાથરૂમમાં ઍક ઍક કલાક સુધી મોબાઈલ પર વાત કરતા પકડાય ગયા બાદ દીકરીના પ્રેમની પરિવારને જાણ થઈ હતી. ઍટલું જ નહીં પણ કિશોરીના આપઘાત પાછળ પણ પ્રેમી સાથેનો ઝગડો કારણભૂત હોય શકે છે. જોકે સચિન જીઆઈડીસી પોલીસે હાલ ગુનો નોંધી પોસ્ટ મોર્ટમની કામગીરી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500