સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા વિસ્તારમાં રહેતી બે સગીરાને બે યુવકો લગ્નની લાલચ આપી ભગાડી ગયા હતા. આ બંને યુવકો અને સગીરાને સુરત જિલ્લા એસઓજી પોલીસે વરેલી બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી તેનો કબ્જો કડોદરા પોલીસને સોંપ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.17/06/2021ના રોજ કડોદરા ખાતે આવેલ એક સોસાયટીમાં રહેતી બે સગીરાને જિગ્નેશ રમેશભાઈ સૂર્યવંશી તથા પ્રવીણ અશોકભાઇ બાવીસકર નાઓ ભેગા મળી સગીરાને લગ્નની લાલચ આપી માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયા હતા. સગીરાના પરિવારજનોએ કડોદરા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારબાદ સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમે તપાસ હાથ ધરતા બાતમી આધારે આ સગીરાને ભગાડી જનાર જિગ્નેશ સૂર્યવંશી (રહે.કડોદરા,હરિધામ સોસાયટી,તા.પલસાણા,મૂળ રહે.વાસખેરી,જિ.ધુલિયા,મહારાષ્ટ્ર) તથા પ્રવીણ બાવીસકર (રહે.કડોદરા હરિધામ સોસાયટી, તા.પલસાણા, મૂળ રહે.કોસાદા,જિ.જલગાવ, મહારાષ્ટ્ર)ના ઓને વરેલી બસસ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી બંને યુવકનો કબ્જો કડોદરા પોલીસને સોંપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500