સુરતનાં વરાછા અંકુર ચાર રસ્તા નજીક ભાજીવાલા કમ્પાઉન્ડ પાસેથી પસાર મોર્નીંગ વોકમાં પસાર થઇ રહેલા હીરાના કારખાનેદારના ગળા માંથી રૂપિયા 1.10 લાખની સોનાની ચેઇન આંચકીને મોપેડ સવાર બે ઈસમો સ્નેચરો ભાગી ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કતારગામ બંબાવાડી સ્થિત પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં હીરાનું કારખાનું ચલાવતા ભરત બાબુભાઇ ગુજરાતી (ઉ.વ.46, રહે. ઘર નં. 38, વિષ્ણુનગર વિભાગ-1,અંકુર ચાર રસ્તા,વરાછા) જેઓ ગત તા. 1 એપ્રિલના રોજ સવારે વોર્કીંગમાં નીકળ્યા હતા.
તે સમયે ઘરેથી નીકળી વરાછા મેઘાણી ગાર્ડન-સરદાર સ્મૃતિ ભવનથી ઉમીયા ધામ મંદિરથી અંકુર ચાર રસ્તા તરફ જઇ રહ્યા હતા. ત્યારે ભાજીવાલા કમ્પાઉન્ડના ગેટ પાસે મોપેડ પર બે સ્નેચરો ઘસી આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલા સ્નેચરે ભરતભાઇનાં ગળા માંથી સોનાની 40 ગ્રામ વજનની ચેઇન જેની કિંમત રૂપિયા 1.10 લાખની આંચકીને ભાગી ગયા હતા. બનાવ અંગે કારખાનેદાર ભરતભાઈએ વરાછા પોલીસમાં સ્નેચીંગની ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500