સુરતના કતારગામ વિસ્તારમાં રામનગર સોસાયટીમાં આવેલી સિરિયલ કોમ ઈન્ફોટેક સોફ્ટવેરની ઓફિસમાંથી થયેલી 49.50 લાખના લૂંટ કેસમાં કતારગામ પોલીસે મોડી રાત્રે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ચપ્પુની અણીએ રોકડા ભરેલી બેગ લઈને બે અજાણ્યા લૂંટારૂ ભાગી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, લૂંટારૂઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં બંને લૂંટારૂને રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા.
બનાવની વિગત એવી છે કે, આંબાતલાવડી પરમહંસ સોસાયટીમાં રહેતા અને રામનગર સોસાયટીમાં સિરિયલ કોમ ઈન્ફોટેક ઓફિસમાં સોફ્ટવેર ડેવલોપરની ઓફિસ ધરાવતા પાર્થ વિનોદભાઈ પાલડીયા ગત તા.22ની મોડી સાંજે સાંજે ભાઈ હર્ષદ સાથે ઓફિસમાં હતા. તે દરમિયાન તેજસભાઈ પટેલ નામના વ્યક્તિ સોફ્ટવેર ખરીદીના 49.50 લાખ ભરેલી બેગ આપીને જઈ રહ્યા હતા. ત્યારબાદ 2 અજાણ્યા લૂંટારૂઓ ઓફિસમાં ધસી આવ્યા હતા અને હર્ષદભાઈને છરી બતાવી તેમના હાથમાંથી રોકડા 49.50 લાખ ભરેલી બેગની લૂંટ કરી ગણતરીની સેકન્ડમાં ભાગી ગયા હતા. બનાવ અંગે પાર્થ પાલડીયાએ પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન મોડી રાત્રે 2 અજાણ્યા લૂંટારૂઓ દ્વારા રોકડ ભરેલા આ બેગની લૂંટ કરવામાં આવી હોવાની ખરાઈ થઈ હતી. પુણા પોલીસે સોફ્ટવેર ડેવલોપર પાર્થ પાલડિયાની ફરિયાદના આધારે મોડી રાત્રે લૂંટનો ગુનો નોંધી લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application