સુરતના રીંગરોડ અને સુરત બારડોલી રોડને જોડતાં રેલ્વે ઓવર બ્રિજની કામગીરીના કારણે તારીખ 21 થી 29 ઓગસ્ટ દરમિયાન રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના ભાગે વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રીંગરોડ ફ્લાય ઓવર માટે ઓવર બ્રિજના અપ અને ડાઉન રેમ્પનો ઉપયોગ કરવાનો રહેશે.
સુરત શહેરની ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે સુરત મુંબઈ વેસ્ટન રેલ્વે લાઈન પર સહારા દરવાજા રેલ્વે ગરનાળા ઉપરથી સુરત બારડોલી રોડના કરણીમાતા જંકશનને જોડતા ફ્લાય ઓવર બ્રિજની કામગીરી થઈ રહી છે. આ બ્રિજની કામગીરી માટે હાલ સહારા દરવાજા તરફ 16.700 મીટરની ઉંચાઈના પીલર પર કમ્પોઝીટ સ્ટીલ ગર્ડર મુકવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન સલામતીને ધ્યાને રાખીને ડો.બાબાસાહેબ આંબેડકર રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના ભાગે ફાલસાવાડી તરફ જતાં અને આવતાં વાહનો પર તંત્રએ એક જાહેરનામા થકી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ દિવસો દરમિયાન રેલ્વે સ્ટેશન, ફાલસા વાડી તરફથી આવતાં વાહનોએ તથા રેલ્વે સ્ટેશન ફાલસા વાડી તરફ જતાં વાહનોએ સહારા દરવાજા બ્રિજના અપ અને ડાઉન રેમ્પનો ઉપયોગ કરવાનો રહેશે.
પાલિકાએ તારીખ 21 થી 29 ઓગસ્ટ દરમિયાન રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના ઉપરના રોડને બંધ કરી રહી છે તેથી આ દિવસો દરમિયાન રીંગરોડ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યામાં વધારો થશે. આ કામગીરી વહેલી પુરી કરવા માટે પાલિકા તંત્રનું આયોજન છે. પરંતુ જ્યાં સુધી કામગીરી ન પુરી થાય ત્યાં સુધી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધવાની હોવાથી સ્ટેશન તરફ જવા માટે અન્ય રસ્તાનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500