Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં પોલીસ ફરિયાદની અદાવત રાખી રીક્ષા ચાલક ઉપર હુમલો

  • July 28, 2021 

કોસાડ આવાસમાં રહેતા રીક્ષા ચાલક ઉપર ગતરોજ જુના ઝઘડાની અદાવતમાં સ્થાનિક માથાભારે યુવકે તેના સાગરીતો સાથે હુમલો કરી હાથ પગ ફેકચર કરી નાંખ્યા હતા.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસાડ આવાસમાં રહેતા અને રીક્ષા ચાલવતા ઝહીર અબ્બાસ પટેલ (ઉ.વ.૩૮) ઉપર ગતરોજ મંગળવારે બપોરે અઢી વાગ્યે આવાસમાં જ રહેતા અબ્દુલહસન પટેલના કહેવાથી બાઈક પર આવેલા ત્રણ અજાણ્યાઓએ હુમલો કરી હાથ પગ તોડાવી નાંખ્યા હતા. વધુમાં એક વર્ષ પહેલા નાણાની લેતીદેતી મામલે અબ્દુલ હસન સાથે ઝઘડો થયો હતો તે વખતે ઝહીરને ઢોરમારમારી તેની રીક્ષાની પણ તોડફોડ કરી હતી જે મામલે ઝહીરે તેની સામે અમરોલી અને રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેની અદાવત રાખી અબ્દુલ હસને તેના માણસો મોકલી હુમલો કરાવ્યો હતો. પોલીસે ઝહીરની ફરિયાદ લઈ અબ્દુલ હસન સહિત ચાર સામે ગુનો દાખલ કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application