સુરતનાં ભટાર રોડ પર રીક્ષામાં સવાર વૃધ્ધાને ચાલકે બાઇક પર તમારો કોઇ પીછો કરે છે એમ કહી રૂપિયા 1.12 લાખના દાગીનાં ઉતરાવી રફુચક્કર થઇ જતા ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ભટાર રોડ પર કેબીષા એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય સુખીદેવી જૈઠમલ જૈને મંગળવારે સાંજે સાડી ખરીદી પ્રજાપતી બ્રહ્માકુમારી માર્ગ ખાતે આવેલા મરડીયા આરાધના ભવન પહેલા તે એકલા ઉભા હતા.
ત્યારે એક રીક્ષા ચાલકે તેમની પાસે રીક્ષા ઉભી રાખી હતી અને આગળ ઉભેલી બાઈક ચાલક તથા તેમની પાછળ બેસેલો અજાણ્યો તમારી સોનાની ચેઈન અને હાથમાં પહેરેલા કંગન ઉતારી લેશે તેવું કહ્યું હતું. જેથી સુખીદેવીએ ચાલક પર ભરોસો કરી રીક્ષામાં બેસી ગયા હતા. પરંતુ ચાલકે ચાલુ રીક્ષામાં બાઈક ચાલક હજી પીછો કરે છે એમ કહી ચેઈન અને કંગન રૂપિયા 1.12 લાખનાં ઉતરાવી લીધા હતા અને ચાલક વૃધ્ધાને ભટાર રોડ પર સાકાર-1 શોપીંગ સેન્ટરના રસ્તે ઉતારી ભાગી ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application