બારડોલી તથા આસપાસના વિસ્તાર જેમ કે, મહુવા, માંડવી, માંગરોડ, પલસાણા, કામરેજ તેમજ ઓલપાડ વિસ્તારમાં કોરોના પોઝિ ટીવ ના દર્દીઓ માટે જરૂરી રેમડેસીવીર ઈન્જેકશન મેળવવામાં માટે હાલાકી ભોગવવી ના પડે તે માટે બારડોલી પ્રાંત ડેપ્યુટી કલેકટર દ્વારા એક પરિપત્ર જરી કરાયો હતો.
જે પરિપત્રમાં જણાવ્યું મુજબ, રેમડેસીવીર ઈન્જેકશનની જરુરીયાત ધરાવતી હોસ્પિટલોએ બારડોલી માટે [email protected] , મહુવા માટે [email protected] , માંડવી તથા માંગરોળ માટે [email protected] , અને પલસાણા, કામરેજ, ઓલપાડ માટે [email protected] મેઈલ ઉપર મેઈલ કર્યા બાદ સવારે 6 વાગ્યાથી બપોરે 1 સુધી અને બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આમ બે ભાગમાં ઈન્જેકશન ફાળવણી કરવામાં આવશે. રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો સીધો હોસ્પિટલ મુકામે પહોચાડવામાં આવશે અને જરૂરિયાતમંદ હોસ્પીટલે હોસ્પીટલના નામ નોડલ ઓફિસરના નામ તથા જરૂરિયાતનું ઇન્ડેન્ટ ફોર્મ ભરીને મેઈલ કરવાનું રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500