વેક્સિનનાં 100 કરોડ ડોઝ પુરા થવાના અવસરને નવી સિવિલ હોસ્પિટલ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓએ આખી રાત મહેનત કરી કિડની હોસ્પિટલની બહાર વિશાળ અને આકર્ષક રંગોળી બનાવી છે. જેને પ્રદર્શન માટે ખુલ્લી મુકાઇ છે. નર્સિંગ કોલેજમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી 23 વિદ્યાર્થીનીઓએ સિવિલ ખાતે કિડની બિલ્ડીંગ પાસે 60 બાય 15 ફુટની વિશાળ રંગોળી 13 કલાકની મહેનત બાદ પુરી કરી હતી. રંગબેરંગી અને આકર્ષક રંગોથી સફેદ રેતી ઉપર આ રંગોળી બનાવવામાં આવી છે.
વેક્સિનના ડોઝની થીમ ઉપર તૈયાર કરવામાં આવેલી આ રંગોળીને પ્રદર્શન માટે ખુલ્લી મુકવા સવારે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવાંમાં આવ્યું હતું. જેમાં તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, નર્સીંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડો.પ્રજ્ઞાબેન ડાભીનું સન્માન કરવામાં આવ્યું હતું. તો કોરોના કાળમાં કપરી કામગીરી કરીને કોલેજ માંથી વિદાય લઇ રહેલા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા. જ્યારે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજના ડો.ઇન્દ્રાવતિ રાવ સહિત વિવિધ કોલેજના 25 આચાર્યોનું નર્સિંગ એસોસીએશન દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application