સુરતના રાંદેર વિસ્તારમાં બાંધકામ સાઇટ પર મજૂરી કામ કરતા યુવકે તેની સાથે જ કામ કરતા આધેડની કિશોર વયની દીકરી પર નજર બગાડી હતી. આધેડની ગેરહાજરીમાં તેના ઘરે આવી કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં કિશોરીને રાંદેરમાં અન્ય એક જગ્યાએ નવી બંધાતી બિલ્ડીંગની સાઇટ પર લઇ જઇ તેણીની પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, બાદમાં લગ્ન નહિ કરી તરછોડી દેતા આખરે કિશોરીના પિતાએ રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ યુવક અને તેને મદદગારી કરનાર મિત્ર સામે ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી.
બનાવની વિગતએવી છે કે, રાંદેરમાં આવેલ પાલનપુર ગામમાં ભક્તિધામ સોસાયટીની બાજુમાં હાલમાં એલ બિલ્ડીંગનું બાંધકામ ચાલુ છે. આ જગ્યાએ કામ કરતા મજૂરો બિલ્ડીંગની જગ્યામાં જ વસવાટ કરે છે. નવી બંધાતી આ બિલ્ડીંગમાં મોહમદ સેહબુબ મોહમદ જમીલ અને અંજાર જમસીર શેખ (બન્ને રહે. ભક્તિધામ સોસાયટી પાસે નવી બંધાતી બિલ્ડીંગમાં પાલનપુર ગામ) ત્યાં જ મજૂરી કામ કરી ત્યાં જ વસવાટ કરે છે. મોહમ્મદ સહેબૂબ નામના યુવકે ત્યાં જ મજૂરી કામ કરતા આધેડની 14 વર્ષની કિશોરી પર નજર બગાડી હતી.
આધેડ મજૂરીકામ પર હોય ત્યારે મોહમ્મદ સહેબૂબ તેના ઘરે આવી કિશોરી સાથે વાતો કરી તેને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. બાદમાં થોડા દિવસ અગાઉ તેણીને લગનની લાલચ આપી રાંદેર ઝૈન હોસ્પીટલની બાજુમા આવેલ લાઇફ સ્ટાઇલ નામની નવી બંધાતી (ટાવર) બિલ્ડીંગની સાઇટ ઉપર લઇ ગયો હતો. જ્યાં કિશોરીની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી આખરે બાદમાં કિશોરીએ સઘળી હકીકત માતા-પિતાને કરતા તેઓએ મોહમ્મદ સેહબૂબ સામે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાંદેર પોલીસે બળાત્કાર ગુજારનાર મોહમ્મદ સેહબૂબ અને તેની મદદગારી કરનાર મિત્ર અંજાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500