સુરતના માંગરોળ તાલુકાનાં કંસાલી ગામે એક ખેતરમાં આવેલ બંગલી માંથી પોલીસને 1.14 લાખના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી બે ઈસમને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, કંસાલી ગામે નિશાળ ફળિયામાં રહેતો સુભાષ ઈશ્વરભાઈ ગામીતે તેના ખેતરમાં આવેલ બંગલીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને તે આ વિદેશી દારૂનું છૂટક વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. તે દરમિયાન ખેતરમાં આવેલ બંગલી માંથી વિદેશી દારૂની 1320 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 1.14 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે સુભાષ ગામીત તેમજ વિદેશી દારૂનો જથ્થો પૂરો પાડનાર સુનિલ બાબુભાઈ ગામિત (રહે.કદવાલી ગામ,માંડવી) નાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application