Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુણા ગામના પેટ્રોલપંપ સંચાલક વિજેન્દ્રસિંહે ૨૧ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો

  • May 28, 2021 

સુરતના પુણાગામના પેટ્રોલપંપ સંચાલક ૪૮ વર્ષીય વિજેન્દ્રસિંહ મહિપતસિંહ વશીએ સ્મીમેર હોસ્પિટલની ૨૧ દિવસની કાળજીભરી સઘન સારવારના લીધે કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે. ૨૧ દિવસમાં પાંચ દિવસ બાયપેપ પર રહીને કોરોના મુક્ત બની ઘરે પરત ફર્યા ત્યારે વશી પરિવારની ખુશીનો પાર ન હતો.

 

 

 

 

કોરોનામુક્ત થયેલા વિજેન્દ્રસિંહ જણાવે છે કે, 'શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં ૯મી એપ્રિલના રોજ કોરોનાનો રેપિડ ટેસ્ટ રિપોર્ટ તેમજ સિટીસ્કેન પણ કરાવ્યો હતો. સિટીસ્કેનમાં ફેફસામાં ૧૫ થી ૨૦ ટકા સંક્રમણ જણાયું હતું. આથી પરિવારે વેસુ ખાતેની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કર્યો. જ્યાં રેમડેસિવીર ઈન્જેક્શન સહિતની સારવાર આપવામાં આવી હતી.

 

 

 

 

પરંતુ આ સારવાર લીધા બાદ પણ તબિયત બગડતા ૧૯મી એપ્રિલના રોજ ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં રિફર થયો. સ્મીમેરમાં દાખલ થયો ત્યારે ૧૫ લિટર ઓક્સિજન આપવા છતાં ઓક્સિજનનું પ્રમાણ ૮૨-૮૩ ટકા જેટલું જ રહેતું હતું. આથી ફરજ પરના ડોકટરોએ બાયપેપ ઉપર એક દિવસ રાખ્યો હતો. તબિયતમાં થોડો સુધારો જણાતાં ફરી ૧૦ થી ૧૫ લિટર ઓક્સિજન પર રાખવામાં આવ્યો. સારવાર સતત ચાલુ જ હતી, પરંતુ ૨૬મી એપ્રિલના રોજ ફરી તબિયત બગડી અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા તાત્કાલિક બાયપેપ મશીન પર રાખ્યો. સ્મીમેર હોસ્પિટલની સઘન સારવારને લીધે ચાર દિવસ પછી બાયપેપ હટાવીને પુન: ઓક્સિજન પર રખાયો.

 

 

 

 

આમ, ઉત્તરોઉત્તર તબિયતમાં સુધારો થતાં તા.૮મી મેના રોજ માત્ર બેથી ત્રણ લીટર ઓક્સીજનની જરૂરિયાત સામે લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ૯૦ ટકા જેટલું રહેતું હતું, જેથી સુરત મહાનગરપાલિકાની સરકારી ક્વોટાની પ્રાઈવેટ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. એસએમસી ક્વોટાની પ્રાઇવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે અને ઉમદા સારવાર આપવામાં આવી હતી, અને અંતે તા.૨૦મી મેના રોજ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતાં રજા આપવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application