સુરતનાં સચીન જીઆઈડીસી બરફ ફેકટરી પાસે ગતરોજ સવારે આઠ વર્ષની માસુમ બાળકી ઉપર પડોશી નરાધમે પાશવી બળાત્કાર ગુજારતા ભારે ચકચાર મચી જવા પામી છે. બાળકી અને તેનો ભાઈ નરાધમના ઘરે રમવા માટે આવ્યા હતા ત્યારે નરાધમે બાળકી ઉપર દાનત બગાડી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સચીન જીઆઈડીસી બરફ ફેકટરી નજીક શીવનગર સોસાયટીમાં રહેતા નરાધમ ઉપેન્દ્ર ભિમલ સહાનીના ઘરે ગતરોજ સવારે સાડા આઠથી નવ વાગ્યા દરમિયાન પડોશીમાં રહેતા ૮ વર્ષની માસુમ બાળકી અને તેનો ૬ વર્ષનો ભાઈ રમવા માટે આવ્યા હતા. બંને માસુમભાઈ બહેન મોબાઈલ ફોન જોતા હતા. તે સમયે ઉપેન્દ્રએ માસુમ બાળકી ઉપર દાનત બગાડી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે બાળકીએ રડતા રડતા તેની માતાને જાણ કરતા મામલો બહાર આવ્યા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે નરાધમ ઉપેન્દ્ર સહની સામે બળાત્કારનો ગુનો દાખ કરી તેને ઝડપી પાડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application