Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરીની બાઈક સાથે પોલીસે એક ઈસમને ઝડપી પાડી કાર્યવાહી કરી

  • October 12, 2021 

સુરતના ઓલપાડ તાલુકાનાં કુડસદ ગામની સીમમાંથી ચોરી થયેલ મોટરસાઇકલ સાથે એક ઈસમને એલસીબી પોલીસે કીમ રેલ્વે ફાટકથી કુડસદ જતાં રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ ઓલપાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, કુડસદ ગામેથી ચોરી થયેલ મોટરસાઈકલ નંબર જીજે/05/એનઇ/2965 લઈ એક ઈસમ કીમ રેલ્વે ફાટકથી કુડસદ તરફ આવી રહયો છે. જે બાતમીના આધારે પોલીસે બાતમી વર્ણન મુજબનાઈસમને ચોરીની મોટરસાઈકલ સાથે ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં ઈસમે ગુનાની કબૂલાત કરી હતી અને પોતાનું નામ શંકર રમેશ પાસવાન (રહે.કીમ ચાર રસ્તા) નો હોવાનું જણાવ્યુ હતું ત્યારબાદ એલસીબી પોલીસે તેનો કબ્જો કીમ પોલીસને સોંપ્યો હોવાનું જાણવા મળેલ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application