Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરથાણા સાંવલીયા સર્કલ નજીકથી પોલીસે ટેમ્પા માંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • September 22, 2021 

સરથાણા સાંવલીયા સર્કલ નજીકથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલા ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસને જાઇ ડ્રાઇવર ટેમ્પોને મુકીને ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૫.૩૩ લાખથી વધુની મત્તા કબ્જે કરી છે.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરથાણા પોલીસને બાતમી મળી હતી કે, સાંવલીયા સર્કલ રાધે પાર્ક રોડ પાસેથી જીજે/૧૬/એવી/૧૬૭૧ નંબરના ટેમ્પામાં ડ્રાઇવર દારૂનો જથ્થો લઇને પસાર થવાનો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ઉપરોકત નંબરનો ટેમ્પો આવ્યો હતો. જોકે ડ્રાઇવરે પોલીસને જોઈ ટેમ્પો બિનવારસી હાલતમાં મુકીને ભાગી છુટ્યો હતો. પોલીસે ટેમ્પાનો કબ્જા લઇ અંદર તલાસી લેતા રૂપિયા ૨.૩૩ લાખથી વધુ મત્તાની ૩,૪૫૬ દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ રૂપિયા ૫.૩૩ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે નંબરના આધારે ટેમ્પા માલિકની વિગતો મેળવી હતી. જેમાં ડિંડોલી વિસ્તારમાં રહેતો ભગવાન મારવાડીનો ટેમ્પો હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application