Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હોસ્પીટલનાં પાર્કિંગમાંથી બાઈકની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • May 28, 2022 

સુરતનાં બારડોલી લીમડાચોક ખાતે આવેલ બારડોલી સત્યાગ્રહ હોસ્પીટલના પાર્કિંગમાંથી અજાણ્યા તસ્કરો બાઇકની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, હાલ મહુવા તાલુકાનાં વલવાડા ગામે સાઇધામ સોસાયટીમાં અને મૂળ વડોદરા જિલ્લાના થુવાવી ગામ ખાતે સોજીત્રા ફળિયામાં રહેતા જિગ્નેશકુમાર કાંતિલાલ પટેલ (ઉ.વ.38) નાઓની પત્ની સરકારી હોસ્પિટલમાં નોકરી કરતી હતા.




જોકે જેમની ટ્રેનીંગ બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલમાં રાખવામા આવી હતી. જેથી જિગ્નેશ પટેલ તેની પત્ની સાથે બારડોલી આવ્યો હતો. તે સમયે તેણે હોસ્પિટલના પાર્કિંગમાં પોતાની સ્પ્લેન્ડર નંબર GJ/06/DP/5469  પાર્ક કરી હતી જોકે કોઈ અજાણ્યા તસ્કરો 10 હજારની કિંમતની બાઈકની ચોરી કરી ભાગી ગયા હતા. બનાવ અંગે જિગ્નેશે બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application