સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં વિરપોર ગામે આવેલ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશ કરી અજાણ્યા ચોરટાઓ કોમ્પ્યુટર રૂમમાંથી તેમજ સ્માર્ટ રૂમમાંથી સી.પી.યુ, વેબ કેમેરા, તેમજ હાર્ડડિસ્ક મળી કુલ રૂપિયા 31,800/-ના મત્તાની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવી તાલુકાનાં વિરપોર ગામે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલ છે. આ શાળાને કોઈ અજાણ્યા ચોરટાઓએ નિશાન બનાવી શાળાના વર્ચ્યુલ રૂમ તેમજ કોમ્પ્યુટર રૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં મુકેલ સીપીયુ નંગ-1 કિંમત રૂપિયા 24હજાર, વેબ કેમેરા નંગ-1 કિંમત રૂપિયા 3000, તથા હાર્ડડિસ્ક નંગ-4 કિંમત રૂપિયા 4800 મળી કુલ 31,800/-ના મત્તાની ચોરી કરી ગયા હતા. બનાવ અંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય રાજેશકુમાર પટેલે માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500