ઓલપાડ તાલુકાનાં ઉમરા ગામે રહેતી 17 વર્ષીય સગીરાને કોઈ અજાણ્યો યુવક લગ્નની લાલચ આપી પરિવારના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જતા ચકચાર મચી ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાના ઉમરા ખાતે રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના એક પરિવારની 17 વર્ષીય દીકરીને કોઈ અજાણ્યો શખ્સ લગ્નની લાલચ આપી માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી બદ ઈરાદો પાર પાડવા માટે અપહરણ કરી ગયો હતો.
જોકે સગીરા શરીરે પાતળા બાંધાની રંગે ગોરા વર્ણની, મોઢું લંબ ગોળ ઊંચાઈ 5.2 ફૂટ તેણે શરીરે ગ્રે કલરનો ડ્રેસ તથા સફેદ કલરની લેગીન્સ તથા સફેદ ઓઢણી તેમજ આંખો ઉપર નંબર વાળા ચશ્મા પહેરેલ છે. બનાવ અંગે સગીરાના પિતાએ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application