Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એક વિધાર્થીના ડોક્યુમેન્ટ શોધતા પોલીસ પહોચી ચોર સુધી

  • August 14, 2021 

આમ તો આપને ઘણા પ્રકારની ચોરી સાંભળી હશે પરંતુ આ એક ચોરી એવા પ્રકારની જેમાં એક વિદ્યાર્થીનું ભવિષ્ય ડોક્યુમેન્ટના રૂપમાં ચોરાય ગયુ હતું એટલે કે ફ્રાન્સ યુનિવસિર્ટીમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન મેળવવા માટેના મહત્વના ડોક્યુમેન્ટ ચોરાયા હતા. જેના કારણે મામલો પોલીસ કમિશનર સુધી પહોચ્યો હતો. પોલીસ કમિશનરે પણ વિદ્યાર્થીના ભાવિને ઘ્યાને લઈ આ ગુનાની તપાસ એસઓજીને સોપી હતી. એસઓજીની ટીમે પણ પ્રસશનીય કામગીરી કરી ગણતરીના સમયગાળામાં તસ્કરને પકડી પાડ્યો હતો. આ રીતે એક વિદ્યાર્થીનું ભવિષ્ય બગડતુ અટકી ગયું હતું.

 

 

 

 

 

 

એસઓજીના જણાવ્યા મુજબ, પોલીસ કમિશનરને બ્લ્યુ ડાર્ટ કુરીયર કંપનીના મેનેજર દ્વારા એવી રજુઆત કરવામાં આવી હતી કે, તેમની કંપનીના કુરીયર બોય તરીકે નોકરી કરતા પિયુષ અરવિંદ દેસાઈ (પટેલ) (રહે.પાર્થ એપાર્ટમેન્ટ,અંકુર સોસાયટી એ.કે.રોડ) ગત તા.30 જુલાઈના રોજ કંપનીના ગોડાઉનમાંથી પાર્સલો ડિલેવરી કરવા માટે લઈ ગયા બાદ પાર્સલો સાથે નાસી ગયો હતો. જેમાં એક પાર્સલોમાં વિદ્યાર્થીના ફ્રાન્સ ખાતેની યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન મેળવવા માટેના મહત્વના ડોક્યુમેન્ટ પણ હતા અને નજીકના દિવસોમાં વિદ્યાર્થી ફ્રાન્સ ખાતે જનાર છે. તો બીજી તરફ વિદ્યાર્થી તરફથી પણ તે ડોક્યુમેન્ટ પરત મળે તેવી કુરીયર કંપનીને રજુઆત કરી હતી.

 

 

 

 

 

 

પોલીસ કમિશનર અજયકુમાર તોમરે બનાવની ગંભીરતાથી લઈ વિદ્યાર્થીના ભવિષ્યની કારકિર્દીને અસર કરતો મુદ્દો હોય જેથી ડિલેવરી બોયને તાત્કાલિક ઝડપી પાડી વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ તેને પરત મળે તે માટે એસઓજીને તપાસ સોપવામાં આવી હતી. જે અંતર્ગત એસઓજીના માણસોએ મળેલી બાતમીના આધારે, ડિલેવરી બોય પિયુષ દેસાઈને ભાવનગરના મહુવા તાલુકાના બગદાણા ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. એસઓજીની પુછપરછમાં પિયુષે તેના આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અને દેવુ થઈ જતા ગત તા.16મી જુલાઈના રોજ પાર્સલના રોજ બ્લ્યુ ડાર્ટ કંપનીના પાર્સલો ડિલેવરી કરતી તુપીલ ટ્રેડર્સ એસોસીઍટ પ્રા.લી નામની કંપનીમાં ડિલેવરી બોય તરીકે નોકરી પર લાગ્યો હતો.

 

 

 

 

 

 

 

ત્યારે તેના ધ્યામાં આવ્યું કે પાર્સલોમાં મોબાઈલ ફોન આવતા હોવાથી મોબાઈલ ફોન વેચી પોતાનું દેવુ ચુકતે કરવાનુ વિચારી ગત તા.30 જુલાઈના રોજ 93 પાર્સલમાંથી અમુક પાર્સલ ડિલેવરી કર્યા બાદ બાકીના પાર્સલ લઈને નાસી ગયો હતો. તેમાંથી 3 મોબાઈલ અને એક ટેબલેટ કાઢી લીધા બાદ બાકીના પાર્સલ પાલિકાના રેન બસેરાના રૂમાં સંતાડી દીધા હતા. પિયુષની કબુલાતને પગલે પાલિકાના રેન બસેરામાં તપાસ કરી પાર્સલોમાંથી વિદ્યાર્થીના ફ્રાન્સ યુનિવસિર્ટીમાં એડમીશનના ડોક્યુમેન્ટ શોધી તેને પરત કરી તેના ભવિષ્યની કારકિર્દી બગડતા અટકાવી હતી. એસઓજીએ પિયુષ દેસાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરી મહિધરપુરા પોલીસને સોપ્યો હતો. મહિધરપુરા પોલીસે સુનીલ શંકર બડગુજર (રહે.દક્ષેશ્વર નગર પાંડેસરા) ની ફરિયાદ લઈ પિયુષ દેસાઈ સામે રોકડા 28,585/- અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,33,587/-ની છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application