સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે એક શેરડીના ખેતરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી બુટલેગરો તેને સગેવગે કરી રહ્યા હતા. ત્યારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સ્થળ ૫૨ જઇ રેઇડ કરતા 2 લાખથી વધુનો દારૂ કબ્જે કરી પોલીસે બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર, પલસાણાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમયે મળેલ બાતમીના આધારે, તાતીથૈયા ગામની હદમાં મગનભાઇ ભીખાભાઇ પટેલની માલીકીના બ્લોક નંબર-131 વાળા ખેતરના શેઢા પર કંન્ટેનર દ્વારા વિદેશી દારૂનો મોટા જથ્થો ઉતારેલ છે અને ત્યાંથી બુટલેગરો આ જથ્થો સગેવગે કરી રહ્યા છે જે બાતમીના આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સ્થળ પર જઇ રેઇડ પાડતા શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂની 1368 બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 2,31,300/નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આ ગુનામાં સંડોવાયેલ શંક૨સીંગ બાબુસીંગ રાજપુત (રહે.તાતીથૈયા,પ્રથમપાર્ક) તેમજ ૫૨મેશ્વ૨ ઉર્ફે સાધુ પાંડે (રહે.સુરત)ના ઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500