Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે ચલથાણનાં બુટલેગરને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો

  • August 16, 2021 

પલસાણાના બુટલેગરને કડોદરા પોલીસે ચલથાણ ગામના હદમાંથી એકટીવા મોપેડ પરથી દેશી તમંચા સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચલથાણ ખાતે સારથી એવન્યુમાં રહેતા શમશેરસિંહ વિજયસિંહ રાજપૂત (ઉ.વ.39) નાને કડોદરા પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન ચલથાણ ખાતેથી એક એકટીવા નંબર જીજે/19/એઆર/6185 સાથે ઝડપી લઈ તેના મોપેડની ડીકીમાં તપાસ હાથ ધરતા ડીકી માંથી દેશી હાથ બનાવટનો તમંચો ઝડપી પાડ્યો હતો અને શમશેરસિંહ તમંચા સાથે વર્ષ-2018 દરમિયાન પોલીસનો હાથે ઝડપાયો હતો તેમજ તેના વિરુદ્ધ હત્યાનો પ્રયાસ તથા મારામારીના અનેક ગુન્હા પણ નોંધાય ચુક્યા છે. આ ઉપરાંત વિદેશી દારૂના ગુનામાં પણ તેની ધરપકડ થઈ ચુકી છે. પોલીસે શમશેરસિંહ પાસેથી દેશી તમંચા એકટીવા અને મોબઈલ મળી કુલ રૂપિયા 35 હજારનો માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application