Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુગાર રમતા 34 ઈસમોને ઝડપી પાડી પોલીસે કરી કાર્યવાહી

  • August 10, 2021 

સોમવારથી પ્રવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ માસની આગળની નાઈટમાં કાપોદ્રા, ડિંડોલી, ઉમરા અને સલાબતપુરા વિસ્તારમાં પોલીસે દરોડા પાડી જુગાર રમતા 34 જેટલા લોકોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ મળી રૂપિયા 4.20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

 

 

 

 

કાપોદ્રા પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના પીએસઈને મળેલ બાતમીના આધારે, બપોરે એ.કે.રોડ દિનબંદુ સોસાયટી મકાન નં-31ના બીજા માળના રૂમમાં રેડ પાડી હતી. જેમાં જુગાર રમતા મેહુલ રમેશ મહાજન સહિત 9 રત્નકલાકાર ઝડપાયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૂપિયા 13,120/- અને મોબાઈલ નંગ-8 આમ કુલ મળી રૂપિયા 66,120/-નો મુદ્દામાલ કબ્જે કયો હતો. જયારે સાંજે પોણા છ વાગ્યે ખોડીયારનગર સોસાયટી મકાન નં-17ના ભોટતળિયે પાર્કિંગમાં રેડ પાડી જુગાર રમતા મેહુલ સાવલીયા સહિત 8 જણાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા 86,080/- મોબાઈલ નંગ-8 આમ કુલ મળી રૂપિયા 1,36,080/-નો મુદ્દામાલ કબજે કયો હતો. ડિંડોલી પોલીસના સર્વલન્સ સ્ટાફના માણસો બાતમીના આધારે બપોરના અઢી વાગ્યે મહાદેવનગર-1 પ્લોટ નં-29ના ઓટલા ઉપર બેસી જુગાર રમતા 7 જણાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 66,340/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

 

 

 

 

સલાબતપુર પોલીસે માનદરવાજા હળપતિ કોલોનીમાં મોડી સાંજે રેડ પાડી જાહેરમાં જુગાર રમતા 7 લોકોને ઝડપી પાડી તેમની પાસેથી  રોકડા રૂપિયા 17,890/- કબ્જે લીધા હતા તથા ઉમરા પોલીસે બપોરના સાડા ચારેક વાગ્યે અઠવાલાઈન્સ પાંજરાપોળ પાસે મહાનગરપાલિકા સપોર્ટ સંકુલમાં જુગાર રમતા ત્રણ જણાને ઝડપી પાડી તેની પાસેથી રોકડા 35,750/- મોબાઈલ નંગ-3 અને વાહન નંગ-3 મળી રૂપિયા 1,33,750/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application