Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે અફીણ અને ગાંજાના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી કરી

  • October 29, 2021 

પુણા પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક ઇસમો અફિણ અને ગાંજો લઈને સુરતમાં નિયોલ પાટિયા પાસેથી પ્રવેશનાર છે. જે બાતમીના આધારે પુણા પોલીસે નિયોલ પાટિયા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે મધ્ય રાત્રીએ બાતમીવાળા 3 ઇસમો આવતા તેમને પકડી લીઘા હતા જેમાં 3 પૈકી વિક્રમસિંગ રાજપુત (રહે,ચિતોડગઢ) પાસેથી 1.19 કિલો અફિણ મળી આવ્યું હતું અને તેની સાથે દીપકસિંગ રાવ (રહે.ચિતોઢગઢ) અને ઉત્તમ બિસોઈ (રહે.ઓરીસા)ના પાસેથી 9.96 કિલો ગાંજો મળી આવ્યો હતો. આમ, પોલીસે 4.82 લાખનો મુદ્દામાલ કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરી અફિણ મોકલનાર ગણપતભાઈ ધાકડ (રહે.રાજસ્થાન) અને અફિણ મંગાવનાર રાજુ નામના ઈમોને ઉપરાંત ગાંજો મોકલનાર ગેદો ઉર્ફ મુન્ના અને ગાંજો મંગાવનાર મુસા નામના ઈસમોને વાન્ટેડ જાહેર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application