સુરત શહેરનાં વેસુના આગમ એમ્પોરીયમ બિલ્ડીંગના ત્રીજા માળે ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સની ઓફિસને નિશાન બનાવી ચોર રોકડા રૂપિયા 6 લાખની ચોરી કરીને ભાગી ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વેસુ સ્થિત જે.એચ. અંબાણી સ્કૂલ નજીક આગમ એમ્પોરીયમ બિલ્ડીંગના ત્રીજા માળે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ ત્રીજા માળે કૃણાલ હોલીડેસ નામની ટુર્સ એન્ડ ટ્રાવેર્લ્સ નામની ઓફિસમાં અને ઓમ ટેક સોફ્ટવેરની ઓફિસને નિશાન બનાવી હતી. જે પૈકી કૃણાલ હોલીડેસના માલિક કૃણાલ રમેશચંદ્ર પવાર (રહે.એ/84,ભાગ્યલક્ષ્મી સોસાયટી-2,લેકવ્યુગાર્ડનની ગલીમાં,પીપલોદ) ના ટેબલના ખાનાનું લોક તોડી તેમાંથી રોકડા રૂપિયા 6 લાખની ચોરી થયાની ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ તુરંત જ દોડી ગઇ હતી. પોલીસે ઓફિસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા વ્હેલી સવારે 3.35 કલાકે ઓફિસની પાછળના ભાગે સ્લાઇડીંગ વિન્ડો ખોલી ત્યાંથી અંદર પ્રવેશી સફેદ જેકેટ, જીન્સ તથા સ્પોર્ટસ શુઝ, હેન્ડ ગ્લોવઝઅને મોંઢા પર રૂમાલ બાંધી ચોર ચોરી કરવા ત્રાટકયો હોવાનું નજરે પડયું હતું. ઉમરા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application