Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જુની બોમ્બે માર્કેટ આડતીયા હાઉસમાં આવેલ હરિયાણાની કંપનીનો ફ્લેટ પચાવી પાડતા પોલીસ ફરિયાદ

  • August 12, 2021 

સુરતના વરાછા જુની બોમ્બે માર્કેઠ આડતીયા હાઉસમાં આવેલ હરિયાણાની યાર્ન ઉત્પાદન કરતી હરિયાણા પેટ્રોકેમીકલ્સ લી.કંપનીની ઓફિસને પચાવી પાડનાર સામે કંપનીના લીગલ મેનેજર ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિનીતકુમાર જીતેન્દ્રકુમાર ગીરીરાજકિશોર શર્મા (ઉ.વ.51, રહે. હુડા ઈન્ડસ્ટ્રીયલ એરીયા દિલ્હી રોડ રેવાડી હરીયાણ) હરીયાણામાં પોલીસ્ટર યાર્ન બનાવતી પેટ્રોકેમીક્લસ લીમીટેડ (મે.વીઝનેયર ગ્લોબલ એન્જી, પ્રા.લી)માં 27 વર્ષથી લીગલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ હાલમાં કંપનીએ તેમને ઓપરેટીંગ ઍજન્સી અને હોલ્ડીંગ કંપનીના ઓથોરાઈઝ સીગ્નેટરી તરીકે પાવર આવ્યા છે. કંપનીની ફેકટરી અને રજીસ્ટ્રર ઓફિસ હરિયાણામાં છે જયારે અલગ-અલગ રાજયો અને શહેરોમાં બ્રાન્ચ ઓફિસો આવેલી છે. જેમાં સુરત ઉમરવાડા જુની બોમ્બે માર્કેટ આડતીયા હાઉસમાં ફ્લેટ નં-203, 204, 804 અને 1104 વાળી ઓફિસ આવેલી છે. જેમાં કંપનીનું વહીવટી કામ થાય છે.

 

 

 

 

 

કંપનીને સન 1997માં નુકશાન થતા બીઆઈએફઆર (બોર્ડ ફોર ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સીલ રીકંટ્રકશન ભારત સરકાર)નાઓએ ચાલી શકે તેમ નથી તેવુ જાહેર કયું હતું. ત્યારબાદ કંપનીએ ઉત્પાદન બંધ કરી દીધુ હતુ જેના કારણે કર્મચારી અમને કારીગરોને નોકરી છોડી ચાલ્યા હતા. ફેકટરી બંધ થઈ જતા તેમની અલગ-અલગ શહેરોમાં આવેલી મિલકતોનું ધ્યાન રાખનાર કોઈ ન હોવાથી  બીઆઈએફઆર દ્વારા એમજીઆરએમ કંપનીને ઓપરેટીંગ એજન્સી નિમણુંક કરતા એમજીઆરએમ દ્વારા કંપની મિલકતનો સર્વે હાથ ધર્યો હતો. જેમાં આડ઼તીયા હાઉસમાં આવેલ ફ્લેટ નં-203 વાળી મિલ્કત નવરતન સંતોકચંદ મહેતા (આડતીયા હાઉશ જુની બોમ્બે માર્કેટ) ગેરકાયદે કબજા કર્યો હોવાનુ બહાર આવ્યું હતું. જેથી તેને કબજા ખાલી કરી દેવા માટે નોટિશ આપવા છતાયે ખાલી નહી કરતા આખરે કંપનીની લીગલ મેનેજર વિનીતકુમારે ફરિયાદ નોંધાવતા પોલીસે નવરતન મહેતા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application