સુરત શહેરનાં પાર્લે પોઈન્ટ અનમોલ કોમ્પ્લેક્ષની બહાર એસ.એમ.સી પે એન્ડ પાર્કમાં કાર પાર્ક કરીને જલારામ ખીચડી નામની હોટલમાં જમવા ગયેલા યુવક અને તેના મેનેજરની કારનો દરવાજા ખોલી અજાણ્યો રૂપિયા ૧૨ હજારની કિંમતનો બે લેપટોપ ચોરી કરી નાસી ગયા હતા. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ, ભટાર ઉમાભવનની પાસે શિધ્ધરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા જીંગર બંકીમચંદ્ર શાહ (ઉ.વ.૪૦) ગત તા.૫મી ઓગસ્ટના રોજ તેના મેનેજર સાથે પાર્લે પોઈન્ટ અનમોલ કોમ્પ્લેક્સની બહાર એસ.એમ.સી પે એન્ડ પાર્કમાં પોતાની કાર પાર્ક કરી જલારામ ખીચડી નામની હોટલમાં જમવા માટે ગયા હતા તે વખતે કોઈ અજાણ્યાએ તેમની કારનો ડુપ્લીકેટ ચાવીથી કે પછી કોઈ સાધનથી લોક તોડી કારની પાછળની સીટ ઉપર મુકેલા બે લેપટોપ જેની કિંમત રૂપિયા ૧૨ હજાર થાય છે જે ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે ચોરી અંગેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application