સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પ્રિયંકા (નામ બદલ્યું છે) જે કતારગામ વિસ્તારમાં બ્યુટીપાર્લર ચલાવે છે અને 22 વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા અને તેને એક દીકરો છે, જે હાલ વિદેશમાં રહે છે જયારે 20 વર્ષ પહેલા પતિથી છુટાછેડા થયા હતા જેથી છેલ્લા 6 વર્ષથી પ્રિયંકાને આરોપી સમીર હિંમતભાઈ બલર (રહે.રાજાનંદ સોસાયટી, રાશી સર્કલ પાસે, કતારગામ) સાથે પ્રેમ સંબંધ હતો. મહિલાએ ગત તા.6ના રોજ બ્યુટી પાર્લર પર હાજર હતી તે સમયે ત્યાં અન્ય ત્રણ યુવતીઓ પણ હતી. ત્યારે સમીરે બ્યુટી પાર્લર પર આવીને પ્રિયંકા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી લોકો ભેગા થઈ જઈ પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી થોડા સમય બાદ સમીર ત્યાંથી નાસી ગયો હતો.
ત્યારબાદ સાંજે પ્રિયંકા તેની સાથેની યુવતીઓ સાથે સમીરના ઘરે ગઈ હતી. ત્યાં સમીર અને તેના ભાઈઓ કલ્પેશ અને જશે પ્રિયંકાને માર માર્યો હતો. સમીરે પ્રિયંકાને પગના ભાગે ચપ્પુ માર્યું હતું. આ સાથે ધમકી આપી હતી કે, વિદેશમાં રહેતા તેના દીકરાને જીવતો નહીં રહેવા દેશે. પ્રિયંકાએ બે દિવસ પછી સમીર, કલ્પેશ અને જશ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500