સુરતના અડાજણ સ્ટાર બજાર અને હજીરા બોટ પોઇન્ટ ઓવારા ખાતે વિસર્જન દરમિયાન વિસર્જન યાત્રા જાવા માટે ઉમટી પડેલા લોકોની ભીડનો લાભ ઉઠાવી તસ્કરોએ બે જણાંના રૂપિયા ૭૬ હજારના મોબાઇલ ફોન ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
સારોલી જકાતનાકા પાસે નંદનવન રો-હાઉસમાં રહેતા ૫૧ વર્ષીય વિનોદચંદ્ર હસમુખલાલ વેસુવાલા નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.૧૯મી સપ્ટેમ્બર ગણેશ વિસર્જન દરમ્યાન અડાજણ સ્ટાર બજાર પાસે આવેલા રામજી ઓવારા ખાતે વિનોદચંદ્ર શ્રીજીની પ્રતિમા વિસર્જનની વિધી કરી રહ્યા હતા. ત્યારે આજુબાજુ એકઠી થયેલી ભીડનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. અને તેમના ખિસ્સામાંથી રૂપિયા ૬ હજારનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. તેવી જ રીતે પાલ રાજહંસ સિનેમાની પાસે ક્રિશ હાઇટ્સમાં રહેતા અને નોકરી કરતા નૈષધ જશવંતલાલ મોદી ૧૯મી સપ્ટેમ્બરના રોજ હજીરા બોટ ઓવારા ખાતે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવા માટે ગયા હતા. તે દરમ્યાન લોકોની ભીડનો લાભ લઇ તસ્કરોએ તેમના ખિસ્સા માંથી રૂપિયા ૭૦ હજારનો મોબાઇલ ફોન ચોરી કરી રફુચક્કર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે અલગ-અલગ મોબઈલ ચોરીના બે ગુના નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application