Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધાબા ઉપર સુતેલ યુવકનાં મોબઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • May 25, 2022 

સુરતનાં ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે આવેલ સિદ્ધિ વિનાયક રેસિડન્સીમાં રહેતો યુવક રાત્રિનાં સમયે ધાબા ઉપર સુવા ગયો હતો. તે સમયે કોઈ અજાણ્યો તસ્કર યુવકનાં મોબાઈલની ચોરી કરી ગયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડનાં સાયણ ગામે સિદ્ધિ વિનાયક રેસિડન્સીમાં રહેતા હર્ષવર્ધન રાઘવેન્દ્રકુમાર શુક્લા (ઉ.વ.20) કે જેઓ છૂટકમાં ફેરી કરી કપડાનું વેચાણ કરી ગુજરાન ચલાવે છે.



જોકે તેઓ ગત તા.23 મે ના રોજ કઠોર આંબોલી વિસ્તારમાં કપડાનો વેપાર કરી રાત્રિના 10:30 વાગ્યે ઘરે પરત ફર્યો હતો અને રાત્રિનાં જમી પરવારીને ધાબા ઉપર સૂતો હતો. તેની સાથે સોસાયટીનાં અન્ય કેટલાક લોકો પણ સૂતા હતા. ત્યારે રાત્રિનાં સમયે કોઈ અજાણ્યો તસ્કર આ હર્ષવર્ધનનાં મોબાઈલ ફોનની ચોરી કરી ગયો હતો અને વહેલી સવારે યુવકે જાગીને જોતાં તેનો મોબાઈલ ફોન નજરે ન પડતાં તેણે શોધખોળ કરી હતી પરંતુ ભાળ ન મળતા તેણે આખરે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application