સુરતના સરથાણા જકાતનાકા સ્થિત વિકાસ શોપરમા ડિલિવરી માટે ઓનલાઈન પ્રોડક્ટની ડિલિવરી કરતા લબરમૂછીયાએ ઉતારેલા રૂપિયા 45 હજારના બે પાર્સલ માત્ર અડધો કલાકમાં નજર ચુકવીને ચોરી ફરાર થઈ ગયાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતમાં ડિંડોલી સાંઈ પોઈન્ટ ઠાકુરનગર ઘર નંબર-303માં રહેતો ક્રુણાલ રાજેશ્વરીપ્રસાદ દુબે (ઉ.વ.19) જે પુણા પાટીયા જીવાબા ફાર્મની બાજુમાં અક્ષ એન્ટરપ્રાઈઝમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે અને જે ગત તા.24 સપ્ટેમ્બરની બપોરે 2.30 વાગ્યે તેની સાથે કામ કરતા શિવમ પાંડે (રહે.લક્ષ્મીનગર,વિભાગ-1,ડિંડોલી) સાથે સરથાણા જકાતનાકા ભગવાનનગર ચોકડી પાસે વિકાસ શોપરમા ડિલિવરી માટે ગયો હતો. ત્યાં 104 વસ્તુઓ સાથેના રૂપિયા 45 હજારના બે મોટા બોક્સ પાર્કીંગમાં ઉતારી શિવમને તે લઈ જવા કહી કૃણાલ કામરેજ રોડ સ્કાયવ્યુ મોલમાં ડિલિવરી માટે ગયો હતો અને અડધો કલાકમાં શિવમે તેને ફોન કરી ડિલિવરી માટે ઉતારેલા બંને પાર્સલ ચોરાયાની જાણ કરતા કૃણાલે વિકાસ શોપરમા જઈ તપાસ કરી તો ત્યાં પાર્સલ મળ્યા નહોતા. જેથી ગતરોજ કૃણાલે સરથાણા પોલીસ મથકમાં પાર્સલ નજર ચુકવી ચોરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application